આર્થિક સહાય અંગે.
સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસ કરતા બી.એસ.સી. સેમ – ૧, ૩, ૫ તથા એમ. એસ. સી. સેમ - ૧ અને ૩ ના વિદ્યાર્થીઓ પૈકી આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓને પી.ટી. સાયન્સ કોલેજ એલમની એસોસિએશન તરફથી આર્થિક સહાય મર્યાદિત વિદ્યાર્થીઓને આપવમાં આવે છે. રસ ધરાવતાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગુગલ ફોર્મ ભરી અને વિગતો ભરી જરૂરી પુરાવાઓ સાથે ઓફિસ કાર્યાલયમાં તા. ૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં જમા કરવા. ગુગલ ફોર્મ ભરવા માટેની લીંક નીચે આપેલ છે. ગુગલ ફોર્મ જે ઈ-મેઈલ પરથી ભરે તે ઈ-મેઈલમાંથી ફોર્મની પ્રિન્ટ સાથે નીચેના પૂરાવાઓની નકલ જોડવાની રહેશે.
https://forms.gle/WvLEdFkV8U9kdJUY7
ફોર્મ સાથે પૂરાવાઓની Xerox નકલ – Self – attested જોડવી.
- છેલ્લાં બે સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષાની માર્કશિટની Xerox નકલ કોઈ સંજોગમાં યુનિવર્સિટી પરીક્ષાની માર્કશિટ જો યુનિવર્સિટી તરફથી મળી ન હોય તો Internet Copy જોડવી.
- ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રની કોલેજની ફી ભર્યાની રસીદની Xerox નકલ આપવી.
- લીવીંગ સર્ટીફીકેટની Xerox નકલ આપવી.
- જાતિ (SC/ ST / SEBC) દાખલાની Xerox નકલ આપવી તથા ચાલુ વર્ષ માટે ક્રિમીલેયર સર્ટીફીકેટની Xerox નકલ પણ આપવી. (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
- ચાલુ સાલની વાર્ષિક આવકના દાખલાની Xerox નકલ.
- કોલેજના આઈડેન્ટીટી કાર્ડ (ઓળખ પત્ર) ની Xerox નકલ.
- વિદ્યાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર આપવો. Land-line ફોર્મ હોય તો કોર્ડ સાથે અવશ્ય લખવો.
- અન્ય જગ્યાએથી આર્થિક રાહત મળતી હોય તે અંગે ફોર્મ ભર્યું હોય તો તેની ફોર્મમાં અવશ્ય નોંધ કરવી.
- પરીક્ષામાં મેળવેલ માર્ક્સની ફક્ત ટકાવારી ફોર્મમાં જણાવવી.
- વધુ માં હાલ F. Y.B.Sc. માં ભણતાં વિદ્યાર્થીઓએ ધોરણ – ૧૨ ની H.S.C. પરીક્ષાની બોર્ડની માર્કશિટની Xerox નકલ આપવી.
સમયપત્રક મુજબ ફોર્મ લેવામાં/ આપવામાં આવશે. ત્યારબાદ કોઈપણ ફોર્મ આપવામાં કે લેવામાં આવશે નહિં. અધૂરાફોર્મને ગણતરીમાં લેવાશે નહિં એટલે કે તેને રદ ગણવામાં આવશે.